ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પૃથ્વી માતા માટે મૃત્યુની સજા

અશ્મીભૂત ઇંધણને પ્રાથમિકતા અને જીવલેણ પર્યાવરણ વિરોધીઓ ના પીઠબળ સાથે જલ્લાદ ડોનાલ્ડ ટ્રમ્પ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કલાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન)ને "હોક્સ(છેતારવનારું)" કહી રહ્યા છે. દાખલા તરીકે, ૨ જાન્યુઆરી, ૨૦૧૪ ના રોજ, તેમના એક ટ્વીટ્માં, તેમણે વિશ્વના સૌથી મોટા વાતાવરણ વૈજ્ઞાનિકની ઝાટકણી કાઢી: "આ ખૂબ જ ખર્ચાળ ગ્લોબલ વોર્મિંગ ના બુલશીટને રોકવું પડશે." તેથી જ્યારે ૧ જૂન ૨૦૧૭ ના રોજ, વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનના લગભગ ૧૫% જેટલો ગેસ ઉત્સર્જીત કરનાર દેશના રાષ્ટ્રપતિ તરીકે, તેમણે જયારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ (યુ.એસ.) ૨૦૧૫ ના પેરિસ ક્લાયમેટ ચેન્જ કરાર માંથી પીછેહઠ કરશે, આ સમાચાર ચોક્કસપણે ચોંકાવનારા હતા પણ અનપેક્ષિત ન હતા. આવી રહેલ ટ્રમ્પ વહીવટીતંત્રની આબોહવા અંગેની નીતિ ઉજાગર કરતો અને કોચ ભાઈઓના ધિરાણકર્તા અમેરિકન એનર્જી એલાયન્સના પ્રમુખ અને એનર્જી ડિપાર્ટમેન્ટ માટે ટ્રમ્પની ટ્રાન્સમિશન ટીમના અગ્રણી ખેલાડી, થોમસ પાઈલ દ્વારા ઘડાયેલ,એક મેમો ડિસેમ્બર ૨૦૧૬ ની શરૂઆતમાંજ લીક કરવામાં આવ્યો હતો. સીધી રીતે કહીએ તો, આ મેમોના સંદેશે ટ્રમ્પ વહીવટીતંત્રની આબોહવા નીતિના હાર્દને સાફ સાફ શબ્દોમાં રજુ કર્યો હતો: (i) અમેરિકાએ પેરિસ આબોહવા પરિવર્તન સમજૂતીમાંથી પીછેહઠ કરવી (ii) ઓબામાના શુદ્ધ પાવર પ્લાન (સીપીપી)નો વીંટો વાળી દેવો, અને (iii) કેસ્ટોન એક્સએલ પાઇપલાઇન સહિતના પાઇપલાઇન પ્રોજેક્ટ્સ આગળ વધે તે જોવું. એમાં કોઈ શંકા નથી કે ટ્રમ્પ અને તેના સલાહકારો યુ.એસ. શાસક વર્ગના, જીવાશ્મિ-ઇંધણના વ્યવસાયો સાથે સંકળાયેલ માલિકો અને ધિરાણકર્તાઓના હિત ધરાવે છે અને/અથવા તેમના એક ચોક્કસ ભાગના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ પોરિસની આબોહવા સંધિ માંથી ખસી જવાનો નિર્ણય, પુરા યુએસ શાસક વર્ગના ગળે પણ ઉતર્યો નથી.  ટ્રમ્પના આ આડેધડ ઠરાવ સાથે, આ ત્રિપુટીના અન્ય ઘટક દેશો, પશ્ચિમી યુરોપ અને જાપાનના શાસક વર્ગો પણ સહમત થયા નથી. નિશ્ચિતપણે, તેમના "અમેરિકા ફર્સ્ટ(પ્રથમ અમેરિકા)"ના રાષ્ટ્રવાદે, આ ત્રિપુટીના અમેરિકન નેતૃત્વને અવગણ્યું છે.

કોચ ભાઈઓ, જેઓ અશ્મિભૂત ઇંધણના વ્યવસાય, બાયોશૉથ કોચ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે, તેમના અને અશ્મિભૂત ઇંધણના વ્યવસાયોમાં મોટા પાયે રોકાણ ધરાવનાર અને ટ્રમ્પના પ્રમુખપદની ઝુંબેશમાં નાણા આપનાર કેટલાક મોટા માથાઓને બાદ કરતા બીજા તમામ અમેરિકી ઉદ્યોગોના કપ્તાનો આબોહવા પરિવર્તનના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ભાવિ પેઢીઓ માટે તેની પ્રતિકૂળ અસરો વિશે પણ વાત કરી રહ્યા છે. ગોલ્ડમૅન સૅશ, લોઈડ બ્લાન્કફેઈનના સીઇઓ, ટ્રમ્પના આ નિર્ણયથી અપસેટ હતા અને તેમણે આને "વાતાવરણ માટે તેમજ દુનિયામાં અમેરિકાના નેતૃત્વના સ્થાન માટે ઝટકારૂપ ગણાવ્યું હતું." ખરેખર તો, પેરિસ સમજૂતીને ઊર્જા ક્ષેત્રની વિશાળ બહુરાષ્ટ્રીય કંપની એક્ઝોન મોબિલે પણ સમર્થન આપ્યું હતું. તેના ભૂતપૂર્વ સીઇઓ, રેક્સ ટિલરસન, જે હવે રાજ્યકક્ષાના સેક્રેટરી છે, તેમણે પણ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઈપીએ)ના સ્કોટ પ્રુઇટ અને ટ્રમ્પના મુખ્ય વ્યૂહરચનાકાર અને ઓલ-ડાઈવ બ્રિટેબર્ટ ન્યૂઝના અધ્યક્ષ સ્ટીફન બૅનનની સાથે નહિ જઈને, ટ્રમ્પ વહીવટીતંત્રની આબોહવા પરિવર્તનની નીતિનો સૌથી સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો છે.

મોટાભાગે, એવું લાગે છે કે ત્રિપુટી દેશોના શાસક વર્ગો અને તેમના રાજકીય પ્રતિનિધિઓને સમજાઈ રહ્યું છે કે મૂડીવાદનું પર્યાવરણવાદી આધુનિકીકરણ લાંબા સમયથી મુલત્વી છે. તેમછતાં, પેરિસ સમજૂતીની બાંહેધરીઓને ઇરાદાપૂર્વક પૂર્ણરૂપે સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા રાખવામાં આવી છે. તેના અમલીકરણ માટે કોઈ તંત્ર ઉભું કરાયું નથી કે બિન અમલીકરણ માટે પ્રતિબંધોની કોઈ જોગવાઈ કરાઈ નથી. ઓબામા વહીવટીતંત્ર દ્વારા, શુદ્ધ પાવર પ્લાન (સીપીપી) અમલમાં લવાયો હતો, જેની હેઠળ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઈપીએ) દ્વારા ક્લિન એર એક્ટ હેઠળ, ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું કાયદેસર રીતે નિયમન કરવામાં આવતું હતું, પરંતુ અશ્મિભૂત ઇંધણ ઉદ્યોગો દ્વારા તેનો અમલ અટકાવવા માટે દાખલ કરાયેલ મુકદ્દમાથી તેમના હાથ હેઠા પડ્યા હતા, અને હવેતો ટ્રમ્પ વહીવટતંત્ર પોતેજ શુદ્ધ પાવર પ્લાન (સીપીપી)ને બંધ કરવા જઈ રહ્યું છે.

ત્રિપુટી દેશોના શાસક વર્ગો અને તેમના રાજકીય પ્રતિનિધિઓના દ્વારા પેરિસ આબોહવા કરારને સમર્થન આપવાનું એકમાત્ર કારણ એ છે કે તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા છે. ક્યોટો તરીકે ઓળખાતા પ્રોટોકોલ દ્વારા, અમેરિકા અને અન્ય વિકસિત દેશો માટે બંધનકર્તા, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટેના લક્ષ્યાંકો નક્કી કરાયા હતા, પરંતુ અમેરિકાએ તેને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો અને ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા માટે કશું કર્યું નહિ. પ્રમાણિકપણે કહીએ તો, સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા લક્ષ્યાંકોને પુરા કરવા અસંભવ છે. દરમિયાનમાં, આબોહવા-ટ્રેકિંગ વેબસાઇટ ટ્રિલિથટોન ડોર સાથે સંકળાયેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એવું માને છે કે જો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના સંદર્ભમાં હાલની સ્થિતિ યથાવત્ રહી, તો વૈશ્વિક તાપમાનમાં ઔદ્યોગીકરણ પહેલા ના સ્તર કરતા, ૨ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે અને પૃથ્વી એટલી ગરમ થઇ ગઈ હશે કે તેને વધુ ગરમ થતી રોકવાની પ્રક્રિયા હવે સંભવ નથી એવું સુચવતા ટોચના પોઈન્ટ સુધી અગામી, ફક્ત 20 વર્ષો માંજ પહોંચી જશે. અને હજુ સુધી, વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસના વર્તમાન સ્તરો માટે જવાબદાર, સમૃદ્ધ અને પ્રતિ વ્યક્તિદીઠ ઉંચી વાર્ષિક આવક ધરાવતા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા રાષ્ટ્રોના નેતાઓ આપસમાં તેમની સહુલીયત પ્રમાણે ગ્રીન-હાઉસ ગેસ ઉત્સર્જનના ઘટાડાના લક્ષ્યાંકોને સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા રાખવા સંમત થઇને, "રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે તેનો શાસક પાવો વગાડી રહ્યો હતો" એ કહેવત ચરિતાર્થ કરી રહ્યા છે.

મૂળભૂત રીતે, વિશ્વની મૂડીવાદી પદ્ધતિની મૂડીના સંચયની પ્રક્રિયા દ્વારા થઇ રહેલ અત્યાચારોના મૂળમાં, શ્રમિક અને પ્રકૃતિનું શોષણ રહેલું છે, અને સ્પર્ધાત્મક હરીફાઈ અને વર્ગની અસમાનતામાં, એક એવા ચક્રવૃધ્ધ સ્તર પર પહોંચ્યું છે જેને પ્રકૃતિ લાંબા સમય સુધી જીરવી નહિ શકે. ખાસ કરીને, લાંબા સમય સુધી અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઉત્પાદન અને વપરાશની પ્રક્રિયાઓની ભારે નિર્ભરતા સામે પ્રકૃતિ લાંબા સમય સુધી ટક્કર નહિ આપી શકે. અને આમ છતાં, મૂડીવાદી પદ્ધતિના મુખ્ય ઉપભોક્તાઓના શક્તિશાળી વર્ગોના અવિવેકી પર્યાવરણવિરોધીઓ, ઊર્જાના રીન્યુએબલ સ્વરૂપમાં તેનું રૂપાંતરણ કરવાની પ્રક્રિયામાં અવરોધો ઉભા કરવાનું વલણ ધરાવે છે. ખરેખર તો, અમેરિકાને પેરિસ સમજૂતિમાંથી પાછું ખેંચીને, તેમના મુખ્ય પ્રતિનિધિ ટ્રમ્પે, પૃથ્વી માતા માટે મૃત્યુદંડની જાહેરાત જ કરી છે, અને જો તેમને ટેકો આપી રહેલ મૂડીવાડી વર્ગો આમ કરવામાં સફળ થશે તો, જેને આપણે માનવ ઉત્ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ તે જીવન અને તેનાં અન્ય તમામ સ્વરૂપો, લાંબા અને પીડાદાયક મૃત્યુનો સામનો કરશે.

Updated On : 13th Nov, 2017
Back to Top