ક્ષય રોગને પુરો કરવા માટેનો સમય વહી રહ્યો છે
આપણે 2030 સુધીમાં ક્ષય રોગને નાબૂદ કરવા માંગતા હોઈએ તો હવે કાર્ય કરવાનો સમય પાકી ગયો છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ક્ષય રોગનું વૈશ્વિક ભારણ ઘટ્યુ છે. જો કે, 2017માં દુનિયામાં ક્ષય રોગના અંદાજે 1 કરોડ નવા કેસ અને આ રોગથી 16 લાખ લોકોના મોત થયા છે, એ જોતા આપણે બહુ લાંબો પથ કાપવાનો છે. સદીઓ જૂની બીમારી ટીબી રોગ જેને "ક્ષય" તરીકે ઓળખવામાં આવે છે તે હજુ પણ દુનિયાનો સૌથી ઘાતક ચેપી રોગ છે. તેમાં દર્દીઓ અને તેમના પરિવારોને કલંકનો સામનો કરવો પડ્યો છે અને ભારે સામાજિક-આર્થિક નુકશાની વેઠવી પડે છે. ટ્યુબરક્યુલોસિસ પર યુનાઈટેડ નેશન્સની અત્યાર સુધીની સૌથી પહેલી ઉચ્ચતમ સ્તરની બેઠક 26 સપ્ટેમ્બર 2018ના રોજ મળી હતી. આ મીટિંગમાં 2030 સુધીમાં ક્ષય રોગની મહામારીને સમાપ્ત કરવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના એજન્ડાને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો અને ભંડોળ વધારવા માટે પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે. ભારત વિશ્વના 27% ક્ષય રોગનો હિસ્સો ધરાવે છે. ભારતે આ વર્ષના પ્રારંભમાં દિલ્હીમાં આયોજિત END-TB સમિટમાં 2025 સુધીમાં ટીબી ફ્રી ઇન્ડિયાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. ભારતની આરોગ્ય ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોતા આ લક્ષ્યાંક અવાસ્તવિક જણાય છે.
ટ્યુબરક્યુલોસિસ કેસોની ઓછી નોંધણી એ મોટી સમસ્યા છે અને તે રોગના અંદાજ અને સારવારના પ્રયાસોને અવરોધે છે. વિશ્વભરમાં અંદાજે 1 કરોડ કેસો પૈકીની નોંધણી કરાયેલા કેસની સંખ્યા માત્ર 64 લાખ જ છે. ક્ષય રોગના કેસની નોંધણીના ગેપમાં ભારત એકલું 36 લાખનો 26% હિસ્સો ધરાવે છે. જોકે ખાનગી આરોગ્ય ક્ષેત્રના ઘણા કેસની નોંધણીને સમાવવાના કારણે 2013થી ભારતમાં ટીબીના કેસની નોંધણીમાં તીવ્ર વધારો જોવા મળ્યો હોવા છતા, નહી નોંધાયેલા ક્ષય રોગના કેસ અને ઉપચાર કરી શકાય તેવા નિદાન હેઠળના કેસને કારણે ટીબીને ઘાતક અને તીવ્ર બનાવે છે.
2012માં, જ્યારે ટ્યુબરક્યુલોસિસને નોટિફિએબલ રોગ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ટ્યુબરક્યુલોસિસના કેસની નોંધણીમાં ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં વધારો કરવાના હેતુથી, તબીબી વ્યવસાયિકો અને આરોગ્ય સંસ્થાઓ માટેની ઑનલાઇન ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટિંગ સિસ્ટમ "નિક્ષય"ની સ્થાપના કરવામાં આવી હતી. સિસ્ટમની અજાણતા, તેના વિશે ગેરસમજના કારણે નોંધણીની અનિચ્છા, કેસ નોંધણીમાં અસંગતતા અને તે નોંધણી કરાયેલા કેસો માટે પ્રોત્સાહનના અભાવ કારણોને લઈને તે લોન્ચ થઈ ત્યારથી, નિક્ષયે ધરાતલ પર ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો છે. ને કારણે જાણ કરવાની અનિચ્છા. જો કે ખાનગી ક્ષેત્રે કેસની જાણ કરવાનું શરૂ કર્યું છે, જેની પહેલા જાણ કરવામાં આવતી નહોતી. તેમ છતા નિક્ષયની સ્વિકૃતિ અને તેના ઉપયોગની ગતિ ધીમી રહી છે. આનાથી ઉલટું આવી જ ઓનલાઇન રિપોર્ટિંગ પ્રણાલીની મદદથી ચીન જેવા દેશો ટીબીના દરને વધુ અસરકારક રીતે ઘટાડી શક્યા છે. માર્ચ 2018માં ગેઝેટ નોટિફિકેશનમાં સરકારે ટીબીના કેસની જાણ ન કરવા બદલ દંડની જોગવાઈ કરી હતી, સાથે સાથે ફાર્માસિસ્ટ્સ/કેમિસ્ટ્સ માટે ટ્યુબરક્યુલોસિસના કેસની જાણ કરવા અને દર્દીઓને આપવામાં આવતી દવાઓના રેકોર્ડ્સને જાળવવાનું, ટ્યુબરક્યુલોસિસના દર્દીઓ દ્વારા સ્વ-જાણકારીથી અને તે નોંધાયેલા કેસોમાં રોકડ પ્રોત્સાહન આપીને ફરજિયાત બનાવવામાં આવ્યુ હતું.
આ રોગની ઉપચાર પદ્ધતિ સામેનો પડકાર આ પ્રણાલીના સતત અને નિરંતર ઉપયોગનો છે. કેસોની નોંધણીમાં વધારો થયો છે, તોપણ ઉપચાર પરિણામોની નોંધણી મજબૂત નથી. 2016માં, નોંધાયેલા તમામ ટ્યુબરક્યુલોસિસના કિસ્સાઓમાં 22%ના સારવાર પરિણામોનો અહેવાલ આપવામાં આવ્યો નહોતો. જો ઉપચારના ઉપાયો અને પરિણામોનું કોઈ સુસંગત ફોલો-અપ ન હોય તો, ટીબીના દર્દીઓ સરળતાથી છટકબારામાંથી સરકી જઈ શકે છે, જેના પરિણામે ટીબી ઉથલો મારીને અને મલ્ટીડ્રગ-રજિસ્ટન્ટ (એમડીઆર) અને એક્સેસિવ ડ્રગ-રજિસ્ટન્ટ (એક્સડીઆર) ટ્યુબરક્યુલોસિસ થાય છે. વધુમાં, જ્યારે નોંધાયેલા કિસ્સાઓમાં 69%માં સારવાર સફળ થઈ છે, ત્યારે એમડીઆર ટ્યુબરક્યુલોસિસના કિસ્સાઓમાં માત્ર 46% સારવાર સફળ રહી છે. ક્ષય રોગ અને એચ.આય.વી/એઇડ્સના દર્દીઓ સાથે રહેતા બાળકો જેવા પ્રભાવિત લોકોનું કવરેજ અને રોગ પ્રતિબંધક સારવાર પણ બહુ ધીમી છે.
વિશ્વની અંદાજિત 1.7 અબજ અથવા 23% વસતીમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હોવાને કારણે આ જથ્થામાંથી નવા કેસોના ઉદભવ અને રોગના ફેલાવાને રોકવા માટે પગલાં લેવા જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2018માં જણાવ્યા મુજબ ટ્યુબરક્યુલોસિસના જોખમી પરિબળોમાં દારૂ, ધુમ્રપાન, ડાયાબિટીસ, એચ.આય.વી/એડ્સ અને કુપોષણનો સમાવેશ થાય છે. અન્ય ગરીબ, વિકાસશીલ રાષ્ટ્રોની જેમ કુપોષણનું જોખમ ભારતમાં ખાસ કરીને બાળકોમાં ઘણુ છે. ટ્યુબરક્યુલોસિસ ઉપર રોક અને સફળ સારવાર પોષણના સુધારા અને આરોગ્ય સૂચકાંકો, ગરીબી અને સારવાર પ્રાપ્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. વધુમાં, 1955માં ટ્યુબરક્યુલોસિસ પર કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણ સાથે, ભારતમાં જે રોગ સાથે આપણે કામ કરી રહ્યા છીએ તેનો ડેટા 60 વર્ષથી વધુ જુનો છે. નિયમિત રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણોથી દેશને તેમના રોગ નિયંત્રણ નિવારણની યોજનાઓ બનાવવામાં મદદ મળે છે. ભારતનું 2019/2020માં આવા સર્વેક્ષણ હાથ ધરવા માટેનું વલણ છે; તેથી, આપણે હજુ થોડા વર્ષો પછી માત્ર અંદાજોને બદલે વધુ વિશ્વસનીય ડેટા સાથે કામ કરવાનું પ્રારંભ કરી શકીશું.
ટ્યુબરક્યુલોસિસની જીવલેણ અને ચેપી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, એચ.આય.વી/એડ્સ જેવી બિમારીની સરખામણીએ આ બિમારીઓની વિવિધ અવસ્થાઓ, નવી રસીઓ અને નવી દવાઓ અને ટુંકા ઉપચારને ખોળવા માટે નવી પદ્ધતિઓ અને તકનીકોનો વિકાસ અને ફેલાવો ધીમો છે. એમડીઆર ટ્યુબરક્યુલોસિસની સારવાર માટે 40 વર્ષ પછી માત્ર બે નવી દવાઓ બેડાક્વીલીન અને ડેલમેનિડ તાજેતરમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સિવાય નબળી અને ઉંમરલાયક વસ્તીમાં રોગના ઉદભવને રોકવા માટે રસી બનાવવાની ખૂબ જ જરૂર છે. સંશોધન, વિકાસ, અજમાયશ અને નવી પદ્ધતિઓ પછી દવાઓના વાસ્તવિક ઉપયોગને વર્ષો, દાયકાઓ લાગી જાય છે. ભારત અને અન્ય ક્ષય રોગ-અસરગ્રસ્ત દેશો સાથે જ્યાં સુધી વૈશ્વિક સમાજ કાર્ય નહી કરે ત્યાં સુધી 2030માં ક્ષય રોગને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરી શકાશે નહીં.